નમો
નમો

મોત મારી રોજ મારવા આવે મને એક અલગ અંદાઝ સાથે,
મે ઘણા પાનખર જોયા છે, એક શ્રેષ્ઠ વસંતની આશ માટે.
હતો અડગ ને રહીશ અડગ, અતૂટ અને અલગ વિશ્વાસ સાથે,
મે ઘણા પાનખર જોયા છે, એક શ્રેષ્ઠ વસંતની આશ માટે.
સમયની દરેક ક્ષણ, મારા શરીરનો કણ-કણ,
જીવીશ ફક્ત દેશકાજ ને દેશદાઝ સાથે,
મે ઘણા પાનખર જોયા છે, એક શ્રેષ્ઠ વસંતની આશ માટે.
એક અતુલ્ય ને અમૂલ્ય ભારત જરૂર આપીશ,
એક પ્રબળ વિશ્વાસ સાથે,