STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

પરમ ઈન્તજાર

પરમ ઈન્તજાર

1 min
27.6K


હવે સ્પંદનોની ભરતી ટાંણે જ તૂટ્યા કિનારા,

એક જ આંચકે મનનાં સઘળા તૂટ્યા મિનારા,


અંતર આકાશે ઘેરાયા વાદળ અચાનક વિયોગનાં,

અદ્રશ્ય થયા મનનાં ચમકતાં સ્વપ્નનાં સિતારા,


એક સંગીત સભા સંવેદનાઓની થઈ બરખાસ્ત,

સૂર સાતેય રિસાયા ને બેસૂરા થયા શ્વાસનાં એકતારા,


હજારો વાંસળીઓ વિરહની ગૂંજી ઉઠી અચાનક,

આવીને સાંભળ કેમ ખામોશ થયા રૂદિયાનાં ધબકારા,


કોણ જાણે કેટલાં જન્મોનો આ "પરમ" ઈન્તજાર,

એકદમ સ્થિર થયાં "પાગલ" પલકોનાં પલકારા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama