STORYMIRROR

Leelaben Patel

Romance Thriller Tragedy

5.0  

Leelaben Patel

Romance Thriller Tragedy

આયનો તૂટી ગયો

આયનો તૂટી ગયો

1 min
797


આયનો તૂટી ગયો પણ એનું શું છે કામ અહીં,

હાથથી છૂટી ગયો પણ એનું શું છે કામ અહીં.


આંખમાં તરતી મળે તસવીર એક ફરતી મળે,

છો શકલ લૂંટી ગયો પણ એનું શું છે કામ અહીં.


જાત માનવની કપટ સાથે ફરે ચોપાસમાં,

એવું એ કૂટી ગયો પણ એનું શું છે કામ અહીં.


વાતમાં ફાવટ ઘણી આશા બતાવી આંખમાં,

રાતમાં ફૂટી ગયો પણ એનું શું છે કામ અહીં.


કાળમાં મરતું રહેતું છે જગત તો નાશવંત,

મન મહીં ઘૂંટી ગયો પણ એનું શું છે કામ અહીં.


છે અધૂરી તોય માધુરી જિંદગી ગમતી મને,

ત્યાં સમય ખૂટી ગયો પણ એનું શું છે કામ અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance