કોરોના
કોરોના


કોરોનાના ભરડામાં છે વિશ્વ આખું પાંગળું,
રોગ સામે થઈ ગયું જગ હાંફળુ ને ફાંફળું.
ફેલાવાની રીત અલગ છે ને અલગ આ રોગ છે,
જોઈ માનવ રાખો અંતર એવા આ સંજોગ છે.
એવો ચેપી રોગ છે કે દુનિયા આખી દંગ છે, મહામારી જાહેર કરીને જીતવો એમાં જંગ છે.
ચીન ઈટલી અમેરિકા ને સ્પેન કોરિયા બાનમાં,
કરી તબાહી આવ્યો ભારત પણ એતો છે ભાનમાં.
ખાંસી શરદી છીંકમાં આડો એક રૂમાલ રાખજો, માસ્ક પ્હેરી બીજાઓને રક્ષણ સાચું આપજો.
વારેઘડીએ હાથ ધુઓ ના મિલાવો હાથને, દૂરથી નમસ્તે કરીને જાળવી લો સંબંધને.
<
/p>
લૉકડાઉનમાં બેઠા બેઠા માનવી મૂંઝાય છે, શાંત ચિત્તે વિચારો તો ઉપાય ક્યાં દેખાય છે.
હાથ જોડી વીનવે એ સરકારનું સૌ માનજો, ઘરમાં બેસી એને થોડો સહકાર સૌ આપજો.
રાત દિવસ રસ્તે ઊભા પોલીસકર્મીઓ બધા, ને ખડે પગે સેવા કરતા ડૉક્ટર નર્સ છે સાબદાં.
ઘરમાં બેસી એ સહુના આરોગ્ય માટે પ્રાર્થજો,
આપે એમને તંદુરસ્તી ઈશ્વર પાસે માગજો.
મંડી પડ્યા છે શોધવાને પણ રસી મળતી નથી,
દાવો કરતા જે બનાવે એ રોગને ફળતી નથી.
હામ સાથે રાખો હિંમત ને ધીરજ સંકોરજો, ઘરમાં બેસી કુટુંબ સાથે પ્રેમથી કલશોરજો.