બંધન
બંધન
પ્રેમનું બંધન હતું તોડી શકયાં નહિ,
મોહ ખોટો એ હતો છોડી શકયાં નહિ,
સાવ કાચી આ સમજમાં ભૂલ થઈ ગઈ,
હાથ બે પાછાં કદી જોડી શકયાં નહિ,
હાર માની ના કદી, લડતા રહ્યાં છો,
જીતનો ઝંડો છતાં ખોડી શકયાં નહિ,
સાવ શાંતિથી સદા લો જીવતાં ' તાં,
સાથમાં એના પછી દોડી શકયાં નહિ,
આમ જુદા છે જુઓ રસ્તા અમારા,
રાહ તોયે જો કદી મોડી શક્યાં નહિ.
