ભણકારા
ભણકારા
ક્યારેક ભણકારા વાગે છે, ભયનાં,
તો! ક્યારેક થડકા વાગે છે, થાકનાં,
ક્યારેક ઉમળકા ઊઠે છે, ઉમંગનાં,
ક્યારેક સંબંધ પ્રસરે છે, સુગંધનાં,
ક્યારેક સથવારે ભારે છે, સંગાથનાં,
તો ક્યારેક શ્વાસ રુંધાઈ છે સાથનાં,
ક્યારેક હળવાશ અનુભવાય હેતનાં,
તો ક્યારેક સંબંધો બને છે, સ્વાર્થનાં,
ક્યારેક રસ્તાઓ ના નીકળે જીવનનાં,
તો સ્વની ઓળખ કરો ખુદની ચાહનાં.

