Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Romance Others

3  

Rutambhara Thakar

Romance Others

સ્પર્શ

સ્પર્શ

1 min
195


તમારી લાગણીઓની

હેલીમાં એવા થયા તરબોળ કે,

બંધ આંખે પણ સ્પર્શની એ ઓળખાણ અમે 

અકબંધ 

રાખી છે...!


આમ તો સુગંધ પારખવામાં તો એવાં 

માહિર કે,

 બંધ નાકથી પણ સુવાસની એ ઓળખાણ 

 અમે સદાબહાર રાખી છે...!


તમારા સ્પર્શનાં અનુભવની તો નિરાળી છે ઓળખ,

ટેરવાંની હલચલ પરથી

સમજવાની એ કોશિશ 

 અમે બરકરાર 

 રાખી છે...!


તમારા આગમન પહેલાં જ તમારી સુગંધ તમારા આવવાની ચાડી ખાય,

ત્યાં તો વળી સ્પર્શની એ વાત જ અમે

કોરાણે રાખી છે...!


સ્પર્શ અને ગંધ તો ઈન્દ્રિયાતીત જ્ઞાન, 

 છ યે ઈન્દ્રિયો પર એ મહારત અમે 

અવિરત જાળવી રાખી છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance