વિજ્ઞાનકથા
વિજ્ઞાનકથા
બ્રહ્માએ સર્જન અને મહાદેવે વિસર્જન,
નાનકડાં પિંડનું એક અદ્ભુત જીવમાં સર્જન.
માનવ દેહે કેટકેટલું ભોગવ્યું સદભાગ્ય,
મળ્યું ય ઘણું કેટલું અહોભાગ્ય.
વાણી અને શબ્દોથી અભિવ્યક્તિ,
એ કંઠની નહી મોહતાજ.
હાવભાવથી નિરખતી આંખો,
ક્યારેક વગર વાણીએ બોલતી
રાખ્યાં વગર ફાંકો.
સમગ્ર પ્રકૃતિ,અહો રૂપમ,અહો ધ્વનિ.
એ તો સર્જનની પરાકાષ્ટા !
સર્જન નહીં ક્યારેય વિસર્જનની
પરિધિનું મોહતાજ.
એટલે જ સર્જન
કર્તાને માથે કાયમ
કાંટાળો સરતાજ.
