શિવોહમ શિવોહમ
શિવોહમ શિવોહમ
સત્યમ શિવમ સુંદરમનો એક જ અભિસાર,
સત્ય, પ્રેમ, કરૂણાનો એક જ આસાર,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
નભ,પૃથ્વી, પાતાળનો ધર્તા,
અત્ર,તત્ર, સર્વત્ર બ્રહ્માંડનો કર્તા,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
નથી આદિ,નથી અંત, એ તો છે અનાદિ અનંત બ્રહ્મ,
ધર્મ, દર્શન અને વિજ્ઞાનથી પર એ તો છે અદ્વૈત બ્રહ્મ,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
બ્રહ્માંડ આખું શિવની અંદર,
હતું,છે અને રહેશે સમાવિષ્ટ એની અંદર,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
સર્વનો રચયિતા,સંચાલક એ જ તો બને સંહારક,
જડ, ચેતન ને અજન્માનો એ જ તો બને સંવાહક,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
ઈડા, પિંગળા ને સુષુમ્ણા નાડીનો ધારક,
મુક્તિ, કલ્યાણ અને મોક્ષનો કારક,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ..!
ખુદમાં,બીજમાં ને બીજામાં તું મળતો,
દુઃખ,દર્દને ખુદા બની તું હરતો,
બોલો, ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ..!
જન્મ,મૃત્યુની સાથે મોક્ષનો ખોલતો મારગ,
સર્વગત,સર્વવ્યાપક ને સમષ્ટિનો આધારક,
બોલો,ચૈતન્ય આનંદ સ્વરૂપ
શિવોહમ શિવોહમ !
