STORYMIRROR

Rutambhara Thakar

Fantasy Children

4  

Rutambhara Thakar

Fantasy Children

પરીકથા

પરીકથા

1 min
296

પરીઓનાં કલરવની દુનિયા, 

મારી બે નાની મુનીયા !

પરીઓનાં કલરવની કવિતા

મારી બે નાની વનિતા !


પરીઓના કલરવની કથિ

યાદ અપાવે મારી

બે દીકરીઓના રવ...!


કોયલની કુહૂ, બપૈયાની પીહૂ,

ચકલીની ચીચી, કબુતરનું ઘૂં ઘૂં,

મોરનો ટહુકાર, બુલબુલની ચહેકાર,

કાબરનો કલબલાટ, પોપટનો બડબડાટ. !


આ બધો એક જ પરીઓની કથાની

કુંજગલીનો કલરવ, એટલે મારૂં ઘર

નામે આરવ ! મારા ઘરનાં 

આંગણાને  રાખે હર્યાભર્યા, 

મારી પરીઓ જેવી દીકરીઓ

એ જ મારી સરભરા !


મારી પરીઓનો ગુંજારવ સંભળાય મને નિરંતર, 

મારી દીકરીઓ જ મારૂં જંતર !

જે વાગે અને ગાય કાયમ મીઠડા સ્વરે,

આ મહેકતો મારી પરીઓનો કલરવ, 

રહે કાયમ મારા ઘરે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy