STORYMIRROR

Rutambhara Thakar

Inspirational

3  

Rutambhara Thakar

Inspirational

સફળતા

સફળતા

1 min
201

નિષ્ફળતા મળીને ત્યારે હું મનોમન ઘણીવાર બબડી,

"પાંચે આંગળીએ પૂજેલા તોય ક્યાંય, 

નથી ફળતાં !"ને ત્યાં જ હું તો ગબડી !


લોકોનાં મહેણાં, ટોણાં ને કુવાક્યો ફગાવતી રહી,

ત્યારે જ મારી, ગાડી પાટે ચઢી, ને આગળ જતાં

સફળતાની સીડી હું ચઢી. !


મહા મહેનતે મેળવેલ સફળતાનો નશોજ

હોય છે કાંઈક ઓર,

રાતોરાત મળેલ સફળતાના ક્રમશ:

નબળા પડતાં હોય છે જોર !


ઠોકરો ખાઈને પગને પણ આંખો ફુટે છે,

અંધારી અમાસે પણ

રાહનાં કંટકોથી બચાવી સાચવીને પગ મુકે છે !


સફળતાને નિષ્ફળતા જોડે હોય છે પાક્કી ભાઈબંધી, 

હો જો નિયતથી સાફ અને હિમાલય સમઅડગ મન

તો સફળતાની છે નિષ્ફળતા થકી જ કિલ્લેબંધી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational