STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

વિશ્વ કવિતા દિન

વિશ્વ કવિતા દિન

1 min
358

જાગને કવિ, જગાડ કલમ

હૈયું છે તો ઢંઢોળ બલમ

હું છું કવિતા, ચંચલ ચંચલ


લહેરે દરિયા દરિયા દિલે

કેમ તારું ઉર કંઈ ના ઝીલે ?

 

વાત માંડે નયનો નચવી કોઈ

ડુંગરા ખૂલે દૂર ટહુકા દઈ

કેમ તારી આજ છલકે ના ઝોળી?


કેમ મચલું કવિતા આજે-

 

આજ ક્યાં છે પૂનમની રાતું

છોડને ઘાયલ ગોઠે ના વાતું

 

વાટ જોઉં છું દે વસંત તેડાં

ફૂટી ક્યાં છે કૂંપળો ડાળી ડાળી


લઈ કલમ, જા કુદરતને ખોળે,

 

મસ્ત પારેવાં ભીંજવે પાંખણ

છૂટતી સોઢમ અવની આંગણ

હાલને ભમીએ  ગાતાં સાજન


કવિ તું તો સપનાંનો સોદાગર-

 

પાગલ થઈ પડ પ્રેમમાં પ્યારા

નાખશે અંતરે જ વસંત ડેરા

ઉમટશે વગાડી ઢોલ નગારા

વાદળ દરિયા ડુંગર ને ધારા(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational