STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મારે એક કવિતા લખવી છે

મારે એક કવિતા લખવી છે

1 min
355

હું નથી શંકર કે પુનિત હિમાલય

પણ ઊર્મિ ગંગાને મસ્તકે ઝીલવી છે

મારે એક કવિતા લખવી છે


સૃષ્ટિ સરજનહારની અજબ બલિહારી છે

લઈ સપનો રોજ સવારે સૂરજ આવે છે

પા પા પગલીઓ ભૂલકાંઓ દોડી માંડે છે 

મારે એક કવિતા લખવી છે


ધવલ  ચાંદની સંગે સાગર ઘૂઘવે છે

હાથમાં હાથ પરોવી યુવાની મલકે છે

મન મોજાંને શબ્દ ચાંદની ઝીલવી છે

મારે એક કવિતા લખવી છે


મધ દરિયે  ચક્રવાતો  જાગે  છે

મહા તાંડવ સંગ પ્રકૃતિ નાચે   છે

કલમને મધ્ય રાત્રીએ સપનાં આવે છે

મારે એક કવિતા લખવી છે


સુમન ને સાજન વસંત વાયરે ઝૂમે છે

કામદેવ પુષ્પે પુષ્પે હસી મલકે  છે

ભીંની ભીંની લાગણીઓ હ્ર્દયે ઝીલવી છે

મારે એક કવિતા લખવી છે


એક વાતને શતશત પ્રજ્ઞા જ્વાલા છે 

શબ્દો યુગો યુગોથી વહેતી ધારા  છે

કંઈક ગેબી અવાજો ચિત્ત કંદરાએ ઝીલવા છે

મારે એક કવિતા લખવી છે(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational