STORYMIRROR

Suthar Prafulla

Inspirational

4  

Suthar Prafulla

Inspirational

સ્માર્ટફોન

સ્માર્ટફોન

1 min
446

આવો મિત્રો વાતો માંડીએ,

સ્માર્ટફોન મુકીએ બાજુ,

ચાલો ફ્રેન્ડ ભેગા થઈએ,

ચિંતા મુકીએ બાજુ.


યાદો મનની તાજી કરીએ,

વોટ્સઅપ મુકીએ બાજુ,

પ્રત્યક્ષ ચહેરા જોઈ લઈએ,

ફેસબુક મુકીએ બાજુ.


દિલથી સૌને લાઇક કરીએ,

અંગૂઠો મુકીએ બાજુ,

સાથે મળીશું બેસીએ ને,

સ્ટેટસ મુકીએ બાજુ.


મિત્રો એકમેકના રે,

રિકવેસ્ટ મુકીએ બાજુ,

સુખ-દુઃખમાં સાથ રહીએ,

એપ્લિકેશન મુકીએ બાજુ.


દિલથી દિલના તાર જોડીને,

નેટ બેટ મુકીએ બાજુ,

મુક્ત ગગન આંબી જઈએ,

વાઇફાઇ મુકીએ બાજુ.


સંબંધો ફરી તાજા કરીએ,

ચાર્જર મુકીએ બાજુ,

મન ભરીને વાતો કરીએ,

પાસવર્ડ મુકીએ બાજુ.


ચાલો સૌ હવે સાથી રહીએ,

સ્માર્ટફોન મુકીએ બાજુ,

ટચ સ્ક્રિનની ભૂલી જઈએ,

પ્રેમથી બેસીએ બાજુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational