STORYMIRROR

Suthar Prafulla

Others Children

3  

Suthar Prafulla

Others Children

રહ્યો હું તારો ઋણી

રહ્યો હું તારો ઋણી

1 min
223

ગુરુ તારા જ્ઞાનબિંદુ એ

જીવન આ કેળવાયું રે,

રહ્યો હું તારો ઋણી.....


ભણાવ્યા અમને ગણાવ્યા અમને

સાચા-ખોટાનો ભેદ સમજાવ્યા રે,

રહ્યો હું તારો ઋણી.....


મમતાભરી સમતા તારી

રહી મનમાં આવ્યા રે,

રહ્યો તારો ઋણી.....


મિત્ર સારો શત્રુ ટાળો

સુખ-શાંતિનો લાવો રે,

રહ્યો તારો ઋણી.....


સમયની સાથે કદમ મિલાવો

નામના વિકસાવો રે,

રહ્યો હું તારો ઋણી.....


તારી માયા સમજી કાયા

જ્ઞાનના રૂપે સોહાયો રે,

રહ્યો હું તારો ઋણી.....


તારા અમૃતે ધન કમાયો

મોટો થઈને છવાયો રે,

રહ્યો હું તારો ઋણી.....


માતા-પિતા સમા આશિષ તારા

ધન્ય થયો જન્માયો રે,

રહ્યો હું તારો ઋણી.....


Rate this content
Log in