ગુલાલ સંગ હોળી
ગુલાલ સંગ હોળી
1 min
592
રંગ રંગ ઊડે રે ગુલાલ,
ગુલાલ સંગ હોળી આવી,
રંગીલી રંગો થોડી,
ગુલાલ સંગ હોળી આવી.
વનના તે વાયરે હીંચોળી,
કે મંજરી નવ નવ નવ કોરી,
સુહાગ કેરી રંગોળી,
ગુલાલ સંગ હોળી આવી.
ખેલો રે ખેલો થોડી.......
ખુશીઓ ની રેલી આવી,
પહેલાદ ભગત ને જીતાડી,
ગુલાલ સંગ હોળી આવી.
અંગેઅંગ ને ઓઢી,
એ પ્રીતની ટોળી આવી,
ખુશીઓમાં રે જબોડી,
ગુલાલ સંગ હોળી આવી.
છાંટે રે છાંટે પિચકારી,
ફાગણની હેલી આવી,
કેસૂડા રંગમાં ડબોળી,
ગુલાલ સંગ હોળી આવી.
આવો રે આવો રમીએ,
પૂનમની તેજી આવી,
રંગો કેરી ઉજાણી,
ગુલાલ સંગ હોળી આવી.
રંગ રંગ ઊડે રે ગુલાલ,
ગુલાલે સંગ હોળી આવી.
