Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Suthar Prafulla

Others

4.5  

Suthar Prafulla

Others

સ્વાતંત્ર્ય સેનાની

સ્વાતંત્ર્ય સેનાની

1 min
219


વંદન કરીએ ભારતમાતા,

વંદન તેને શહીદ થયા'તા,

યાદ એમની સદા રહેવાની,

ધન્ય એ સ્વાતંત્ર્ય સેનાની,


દેશપ્રેમની ધૂણી ધખાવી,

ગુલામીથી મુક્તિ અપાવી,

કીધી ના કદી પાછી પાની,

ધન્ય એ સ્વાતંત્ર્ય સેનાની,


વેઠી જેલ અને લોહી વહાવ્યા,

એકતા અને સંગઠનો રચાયા,

આઝાદી તણો દીપ જલાવી,

ધન્ય એ સ્વાતંત્ર્ય સેનાની,


અન્ય ઉગ્ર લડતો ચલાવી,

ગાંધી કેરો માર્ગ અપનાવી,

ભારતમાતાની વારે આવી,

ધન્ય એ સ્વાતંત્ર્ય સેનાની,


આઝાદીની રક્ષા કરીશું,

શત્રુઓ સામે બાથ ભીડીશું,

તિરંગો ઊંચો લહેરાવી,

ધન્ય એ સ્વાતંત્ર્ય સેનાની,

વંદન કરીએ ભારતમાતા.


Rate this content
Log in