STORYMIRROR

Suthar Prafulla

Abstract Others Children

3  

Suthar Prafulla

Abstract Others Children

ભણવા આવો

ભણવા આવો

1 min
130

એક શાળા મારી સોહામણી

સોહામણો એનો એનો દ્વાર રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળા બહુ પુરાણી રે

પુરાણા સારા સંસ્કારી રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળામાં ભણતરનો ભાર નથી

નથી ભારભય સોટીનો રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળા બાળકોની વાડી છે

વાડીમાં શિક્ષકો માળી રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળામાં સુંદર બાગ છે

બાગમાં રંગીન ફૂલો રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળા હાસ્યની લહાણી છે

લહાણી પ્રેમ મમતાની રે.....

ભણવા આવો વહાલા બાળકો,


મારી શાળા પ્રવૃત્તિસભર છે

પ્રવૃત્તિશીલ દરેક બાળ રે.....

ભણવા આવો વહાલા બાળકો,

મારી શાળા નંબર વન છે

નંબર વન દરેક કાર્ય રે.....

ભણવા આવો વહાલા બાળકો,


એક શાળા મારી સોહામણી

સોહામણો એનો આવકાર રે.....

ભણવા આવો વહાલા બાળકો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract