STORYMIRROR

Payal Unadkat

Inspirational

4  

Payal Unadkat

Inspirational

સ્પંદન

સ્પંદન

1 min
352

મને આ વ્યસ્તતામાં પણ દઈને સાદ બોલાવે,

જરા સ્પંદન ઝરણ રેડો મને સાહિત્ય સમજાવે,


ભલે છે જર્જરીત કાયા મજાની ફૂંટશે કૂંપળ,

લખી લો લાગણી હેતે ગઝલમાં શબ્દ લલચાવે,


હવે ક્યાં છે સમય કરવાના કોઈના ધરમધોખા ?

ઘડીભર આવતી નવરાશ ઉમદા કાવ્ય વંચાવે,


ગયું છે બાળપણ વીતી યુવાની તો ય મસ્તીમાં, 

મને તો શેર ગાલિબના કવન મીરાંના ડોલાવે,


નથી એ એષણા શબ્દો પહોંચે ટોચ પર મારા, 

તમન્ના છે હૃદયનાં ભાવને સૌ કોઈ અપનાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational