STORYMIRROR

Payal Unadkat

Drama

3  

Payal Unadkat

Drama

લાગણી

લાગણી

1 min
233

વહે જ્યાં લાગણીના પૂર દિલનું દાન આપ્યું છે,

કરે પરવાહ એનું નામ મેં ભગવાન આપ્યું છે,


નજરથી દૂર છે જોજન દુઆમાં રોજ બોલાવી,

હૃદયના એક ખૂણે કાયમી મેં સ્થાન આપ્યું છે,


નથી લૈલા નથી શીરી છતાયે નામ ઇતિહાસે,

ઈશારે એમના દોડું તરત સન્માન આપ્યું છે,


કલમ ને કાગળે કેવો નિભાવ્યો સાથ મારો જો,

વિચારો સ્ફૂરવા માંડે મને તે જ્ઞાન આપ્યું છે,


ના હિન્દુ છું ના મુસલમાન, માનવદેહધારી છું,

અમે શ્રાવણનું બીજું નામ પણ રમજાન આપ્યું છે,


ના અટકે કોઈપણ કાળે અવિરત ચાલશે એ તો,

મને આ શબ્દબ્રહ્મે એવું તો વરદાન આપ્યું છે,


નમું છું રોજ હું તો પ્રાર્થનામાં આપના માટે,        

તમારા પ્રેમને મેં મૌન રહી આહ્વાન આપ્યું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Payal Unadkat

Similar gujarati poem from Drama