STORYMIRROR

Payal Unadkat

Inspirational

4  

Payal Unadkat

Inspirational

ધુળેટી

ધુળેટી

1 min
329

ફરજ માથે ચડાવીને વધાવી લ્યો ધુળેટીને,

સમજને રંગમાં બોળી મનાવી લ્યો ધુળેટીને.


ઉદાસી, વેદના, અવસાદ માની ભાગ જીવનનો,

ગુલાલી પળ મળી છે તો સજાવી લ્યો ધુળેટીને.


સતત સીધી સમાંતર ચાલતી જીવનની ગાડીને,

ઘડીભર ઝૂમવા થોભી હસાવી લ્યો ધુળેટીને.


થયો પડકાર છોડો માન્યતા જડમૂળથી જૂની,

ગમે રંગાઈ જાવું તો બચાવી લ્યો ધુળેટીને.


છે અવસર ખેલવાનો રાસ રસિયા કાનજી સંગે, 

બહાનું ગમતું કાઢીને નચાવી લ્યો ધુળેટીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational