Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—a blueprint for a fair and prosperous future.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—a blueprint for a fair and prosperous future.

Payal Unadkat

Others

3.4  

Payal Unadkat

Others

હળવાશ ૪૨

હળવાશ ૪૨

1 min
131


વહેતાં નીર થંભાવ્યા ઇશારે એક,

એની કેટલી તાકાત છે ? બોલો,

દિવસભર અંગને આરામ ના આપે,

રચી લીધી એ માટે રાત છે ! બોલો,


ઘડીભર બેસતાં ના દોડમાં દૌલત કમાવાની,

અરે ! ભૂલી જતાં ખુદને;

સમય હળવાશનો છે, શ્વાસ સાથે જીવજો,

ભીતર ઘણા જઝબાત છે બોલો,


હતો અફસોસ જેને ના જીવાયું એકપળ મરજી મુજબ,

છે ફૂરસદ એને;

કરી'તી ઝંખના જેણે સમય વીતે સ્વજનની સાથ !

આ સૌગાત છે બોલો,


જગત આખું ઘેરાયું છે નિરાશામાં;

નથી વેપાર ધંધા કે નથી આવક વિચારી એ,

ડરીને મોતથી પીંજર પુરાયા માનવી,

સાવજ સમી તાકાત છે બોલો,


ચડાવી ચાકડે જે જાતને આકાર આપે,

દંભનો દુનિયા સમક્ષ રૂડો ,

જરા ઠપકાર કરશે ઈશ ચકનાચૂર થઇ જાશો,

નહીં બાકાત છે બોલો.


Rate this content
Log in