STORYMIRROR

Jyoti Ramani

Inspirational

4  

Jyoti Ramani

Inspirational

એ કવિતા

એ કવિતા

1 min
349

બધી 'આહ' ને 'વાહ વાહ'થી 

વધાવવાનો વિશેષ કિમીયો એ કવિતા,


ભૂલાઈ ગયેલી યાદોની રાહોને

ફરી યાદ કરાવતો ભોમિયો એ કવિતા,


ખોબા જેવા મનને મનમૂકીને

કલમથી ચીતર્યો જે દરિયો એ કવિતા,


પોતે તો ભીંજાયો લથપથ તરબતર

બીજાને ય બોળ્યો ને ભીંજવ્યો એ કવિતા,


અવતાર તો શું આવશે હવે ધરાએ

ખુદ શબ્દ દેહે કાગળે લે ઊતર્યો એ કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational