Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyoti Ramani

Others

4  

Jyoti Ramani

Others

ગુલાલ

ગુલાલ

1 min
658


પરમ સાથે પ્રીત શ્યામ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ

વાસંતી વાયરો વાયો એ ખયાલ લઈ,


ખરી જાય સઘળું તો કેસુડો ખીલશે

પાનખર આવી વનમાં એ ચાલ લઈ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ,


પલળી પળો જયારે રંગ કેરાં રસમાં

કેસરિયું મન મારું નાચ્યું એ માલ લઈ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ,


તન રંગાયુ, મન રંગાયુ તારા ગુલાલે

છલકાયું બેડલું રંગનો એ ફાલ લઈ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ,


જબરો તું જીવણ ખેંચે છે જીવને

ભોળાં તારા સ્મિતની એ જાલ લઈ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ,


ફાગણ ફોર્યાના શેરડાં જો ફૂટ્યાં છે

જાઉં કેમ ઘેર હવે લાલ આ ગાલ લઈ

અંગ અંગ રંગ તું પ્રીતનો ગુલાલ લઈ.


Rate this content
Log in