STORYMIRROR

Jyoti Ramani

Classics Drama Fantasy

3  

Jyoti Ramani

Classics Drama Fantasy

પરમ સાથે પ્રીત

પરમ સાથે પ્રીત

1 min
14.1K



પીપળાનું પાન સખી, પીપળાનું પાન,

એમાં વસે છે, મારાં વ્હાલાંજી કા'ન,


વાંસળી વગાડે એવી, મનને મોહે,

કોળી ઊઠે મારું દલડાં કેરું વેરાન,


વાટું જોતાં એની વાણલાં રે વાય,

ન ઘરમાં ન બ્હાર, ક્યાંય રહેતું ધ્યાન,


પાન જોઈ જોઈ પીયુજી સાંભરે,

વાત કોઈ નાખો જઈને એને કાન,


મોટાંનું છોરું તે આમ કંઈ ચાલે,

વાતે વાતે તે કંઈ કોઈ આપે માન,


વ્હાલાં કર્યા અમે, જરાં કરી બતાવે,

કીધું કોઈ દી? શું સમજ્યાં રે સાન,


રાસ રચાવી, કરે સૌને એવાં ગુલતાન,

જડ ને ચેતન સૌ ભૂલ્યા સાન ભાન,


પીપળાનું પાન સખી, પીપળાનું પાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics