પરમ સાથે પ્રીત
પરમ સાથે પ્રીત
1 min
14.4K
શ્યામ આવો તો રમીએ રાસ હો જી,
તમે તે અનરાધાર અમરતજી.
અમે જનમ જનમની પ્યાસ હો જી,
તમે શબદના આધાર પ્રાણજી.
અમે ફકત એના પ્રાસ હો જી,
તમે જુગજીવન અમ જીવના જી.
અમે લઈએ છે શ્વાસ હો જી,
તમે પરમ આનંદની પૂરણતા જી.
એક પળ આપો એમાં વાસ હો જી,
આવો તો રમીએ રાસ હો જી.
