વરતારો
વરતારો
આજે છાપામાં આવ્યો છે વરતારો,
આજનો દિવસ બહુ ભારે છે તમારો,
જાણે દાઝ કાઢવાં જીવનની બધી,
વિચારે કોઈ, કોનો કાઢું હું વારો?
હસતાં રમતાં જ નીકળી જાત જો,
છાપાં સાથે ન પડ્યો હોત પનારો,
વાંચીને વાતાવરણ થયું સોગિયું,
કેવો આ માથે બાંધી બેઠો રે ભારો
મળવા આવ્યા મિત્રો, જેવી પડી ખબર,
ભવભવનાં ભેરૂ મારાં, મારો સાચો સથવારો,
અલ્યા ડોબા, ચશ્માં ચઢાવીને વાંચ જરા,
છાપું નથી આજનું, જૂનો છે આ ચારો,
હાશ બચ્યાં, ઘાત ગઈ, મિત્રોની મુલાકાતથી,
ચારેકોરથી ઘેરી વળ્યાં ને થયો હાશકારો,
છાપું એજ, તારીખ પણ સાચી, જ્યારે ચકાસી
મુલાકાત મિત્રોની, બદલી ગયાં નજારો..
બદલી ગયાં વરતારો.