ધૂળ
ધૂળ


મારા પંખે ધૂળ
મારા ધંધે ધૂળ
મને કહો ક્યાં નથી ધૂળ
પાછી આ મને કનડે ધૂળ,
પેલા વરસાદે છેતરતી આ
નસીબ પરની મારી ધૂળ,
જીવન આખું ખર્ચી મળ્યું શું ?
ચપટી અમથું બસ ઢેફાં ને ધૂળ,
આમ આવ્યું આંખમાં પાણી
આવી બસ મારી આંખમાં ધૂળ,
ધૂળ માટે લડતા શૂરા
આવશે ખાલી હાથે ધૂળ,
દફન કરો કે મને જલાવો
નીકળશે અંદરની ધૂળ.