બીજું આવતા જન્મારે
બીજું આવતા જન્મારે
છું હું પરણિત, ના મારો તમારા નેણ મને અવિરત,
ઘરે બેઠી છે એ કરશે મારી અજમાઈશ...
બીજું આવતા જન્મારે વિચારીશ...
લગ્ને લગ્ને કુંવારો ગણી ના કરો છૂપા પ્રેમની ફરમાઈશ,
સમજો, હવે દોસ્તીની જ રહી છે ગુંજાઈશ,
બીજું આવતા જન્મારે વિચારીશ...
તમારા કામબાણ બારીએથી આવી ભલે વાગ્યા કરે,
આ ઉંમરે હવે ધર્મપત્ની જ છે અહીં ઈશ...
બીજું આવતા જન્મારે વિચારીશ...
છતાં, લગ્ન બાહ્ય ઘણું વિચારે આ લોલુપ આતમડો..
પણ, પછી નથી સહેવી હવે ઘરવાળીની રીસ,
બીજું આવતા જન્મારે વિચારીશ...
વળી, પોસાશે પણ નહીં હવે ખર્ચા બેવડા ને ત્રેવડા...
ખુદની ઝંઝાળ મોટી હવે ક્યાંથી લપસીશ ?
બીજું આવતા જન્મારે વિચારીશ...
સમજો...ચિંતા મારી પત્ની જ કરે છે ખરે ટાણે અહીં,
નહીં હોય ઘરવાળી તો કરીશ જરૂર હું મિસ્..
બીજું આવતા જન્મારે વિચારીશ...
હશે કદાચ લાગણી તમને ને હું લાગતો હોઈશ ખાસ,
પણ, પત્ની માટે હું એક જ છું જન્મારાની આશ...
બીજું આવતા જન્મારે વિચારીશ.