Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Comedy Others

4.5  

Kalpesh Vyas

Comedy Others

હનીમૂન

હનીમૂન

1 min
11.4K


વર-કન્યાનું એકાએક જ

ઉતાવળમાં લગ્ન થઈ ગયું

લગ્ન થતાની સાથે જ કપલ

ઘરસંસારમાં મગ્ન થઈ ગયું

અચાનક એમને યાદ આવ્યું

અરે ! હનીમૂન જવાનું તો રહી ગયું !


પતિ રુટીન કામે ચઢ્યો

પત્ની ઘરકામમાં વ્યસ્ત થઈ

એકાંત રાત્રે મળતી ગઈ

મનની વાતો ત્યારે થતી ગઈ

ઘોડિયા બંધાવવાની ખબરથી

પરિવાર આખુ ઝુમી ઉઠ્યું

એટલામાં બન્નેને યાદ આવ્યું

અરે ! હનીમૂન જવાનું તો રહી ગયું !


બાળક પણ જન્મી ગયું

રોતા બાળકને શાંત કરવામાં

કપલ ઉજાગરા કરતું ગયું

વળી પત્નીનું પણ ધ્યાન પણ

પતિ-બાળકમાં વહેંચાઈ ગયું

પણ અચાનક જ યાદ આવ્યું

અરે ! હનીમૂન જવાનું તો રહી ગયું !


બાળક થોડુંક મોટું થયું

બીજુ બાળક પણ જન્મી ગયું

બન્ને બાળકોને ઉછેરવામાં

કપલનું ધ્યાન વહેંચાઈ ગયું

વચ્ચે વચ્ચે યાદ આવતું રહ્યું

અરે ! હનીમૂન જવાનું તો રહી ગયું !


જોતજોતા બાળકો મોટા થયા

ભણતર પર પુરા થયાં

બાળકોનાં પણ લગ્ન થઈ ગયા

નવપરણિત એ દરેક કપલ

હનીમૂન માટે જતુ રહ્યું

જુના કપલને ત્યારે યાદ આવ્યું

અરે ! હનીમૂન જવાનું તો રહી ગયું !


એ જ કપલની ઉમરનું બીજુ કપલ

સેકંડ હનીમૂન કરીને પાછું આવી ગયું

કરી પસ્તાવો એ કપલની આંખેથી

અશ્રુંનું ઝરણુ ખળખળ વહેતું થયું

કારણ કે એમને ત્યારે યાદ આવ્યું

અરે ! પહેલા હનીમૂન પર જવાનું રહી ગયું !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy