Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

પ્રેમરંગ

પ્રેમરંગ

1 min
324


રાધાની રગ-રગમાં વહી રહ્યો પ્રેમનો જ રંગ છે,

ખૂબ દૂર છે છતા રાધા કૃષ્ણની જ સંગ છે,


ઝાંઝ-મંજીરા વાગે ક્યાંક, ક્યાંક વાગતું મૃદંગ છે,

આજે મન મૂકીને નાચતું ભક્તોનું દરેક અંગ છે,


રાધા,કૄષ્ણ, ગોપી, ગોવાળિયા નૃત્ય કરી રહ્યા,

આ રમણીય દૃષ્ય જોઈ નગરીના લોકો દંગ છે,


વૃંદાવનની કુંજગલીમાં આજે કેવી ઉમંગ છે!

લાલ,પીળો લીલો, ગુલાબી જુઓ કેટલાં રંગ છે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance