પક્ષી ઉવાચ:
પક્ષી ઉવાચ:
1 min
372
ઉડવું છે ઊંચે આકાશમાં,
પણ મજબૂત પાંખો નથી.
જોવું તો છે ખૂબ-દૂર સુધી,
પરંતું સબળી આંખો નથી.
જોવા માંગું છું હું કરોડોને,
પણ મુજ સામે લાખો નથી.
આપવા માગું છું અડધો ભાગ,
મારી પાસે ભાગ આખો નથી.
દૂરથી નહી નજીકથી જુઓ,
રંગ ઇરાદાનો થયો ઝાંખો નથી.