પૈસાની તંગી
પૈસાની તંગી
પૈસાની તંગી કંઈક એવી ચાલે છે
કે ચિંતા આજની નહીં પણ ફિકર છે કાલે શું થશે !
પ્રેમનો ઈઝહાર તો કરી દઉં,
પરંતુ માનતું નથી આ નાદાન દિલ,
ચિંતા “ના” પાડે તેની નથી !
પણ ફિકર છે “હા” પાડશે તો શું થશે !
હાથ પકડીને પૂછી તો લઉં,
પરંતુ ધ્રુજે છે મારી અંતરાત્મા,
ચિંતા તેના મળવાની નથી,
પણ ફિકર છે મળી ગઈ તો શું થશે !
હમણાં ઘરમાંથી ભગાવી જઉં એને,
મા-બાપથી એના કોણ ડરે છે?
પણ ચિંતા તેના ઘર છોડવાની નથી
ફિકર છે સાથે હાલી નીકળશે તો શું થશે !
એની માટે તો જાન પણ હાજર છે.
અહીં મરવાથી કોણ ડરે છે ?
પણ ચિંતા તે જાન માંગે તેની નથી,
ફિકર છે પાણીપૂરી માંગશે તો શું થશે !
વિચારૂ છુ યાદ દેવડાવું તેને,
એ સાથે જીવવા-મરવાના લીધેલા કોલ,
પણ ચિંતા તેને મનાવવાની નથી.
ફિકર છે પગલી માની ગઈ તો શું થશે,!
“પ્રશાંત” પૈસાની તંગી કંઈક એવી ચાલે છે
કે ચિંતા આજની નહીં પણ ફિકર છે કાલે શું થશે!