Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Inspirational

અનિમેષ નયન જાગે છે

અનિમેષ નયન જાગે છે

1 min
136


તવ યાદોનું આંજણ કરી, અનિમેષ નયન જાગે છે,

કહે તારક ! મને જગાડી શું તે ઊંઘે છે ? 


તવ વિયોગની વિષાદમાં, નિરંતર આ આંખો ચૂવે છે,

કહે અંબુધર ! મને તડપાવી શું તે રુએ છે ?


તવ પ્રેમની કલ્પનામાં, દિલ અવિરત ખોવાયે છે,

કહે દર્પણ ! યાદોમાં ઝબોળી શું તે ખુએ છે ?


દૂર રહીને પણ મને વણથંભ તે સતાવે છે,

કહે ચંદા ! મને રડાવી શું તે હસે છે ?


 ક્યાં હશે ? કેવી હશે ? સદૈવ ફિકર સતાવે છે,

પ્રશાંત, બની પ્રેમમાં અંધ સર્વત્ર તેને ખોળે છે ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance