પુસ્તક આધી
પુસ્તક આધી
એક દિ પળ થોડીક ફુરસદની
ગ્રંથભંડારને ફંફોસવામાં વીતાવી,
મળી એક પુસ્તક ગઝલની,
લીધી કાળજી તપાસવામાં તેની,
મૂંઝાયુ મારું મન જરી,
હોય ગઝલ કદમાં નાની !
તોય કેમ આટલી મોંઘી ?
જોયું એક પાન ફેરવી,
નજર ત્યાં ધીમેથી સેરવી,
ગઝલ હતી તે નાની,
પણ રચના ગહન તેની,
જયારે વર્ષો વાંચી ફરી ફરી,
ત્યારે મસ્તિષ્કમાં વીજ ઝબૂકી,
જિંદગી વીતી જયારે મારી,
ત્યારે એક ગઝલને પિછાણી !
પ્રશાંત, જીવનાસ્તે કહું બની ફરિયાદી,
ગઝલ વાંચ્યાની થોડી બની યાદી,
બાકી રહ્યા પૃષ્ઠ ! ને પુસ્તક આધી !