કોણ આગળ આવે
કોણ આગળ આવે
હૃદય થયાં પાષાણના, છતાંયે માણસ જીવે છે,
દર્દ નથી દિલમાં, ઠગારી આંખો એ ચૂવે છે,
જે હાથે ભૂલથી પણ કર્યું નહીં એકે પુણ્યકાર્ય,
હાથ જોડી દર્શને, રોજ મંદિરે તે આવે છે,
ગર્ભમાં દીકરી મારે, ને માઁ બાપ રાખે વૃદ્ધાશ્રમે,
સંતોની સાંભળી વાણી, મોક્ષના સ્વપ્ન તે જુવે છે !
પીવડાવી નહીં કદી, એક બુંદ તરસ્યા જીવને,
આંખ મીંચી સૂર્ય દેવતાને અર્ધ તે ચઢાવે છે,
સ્ત્રીની આબરૂના રક્ષણ કાજે, કોણ આગળ આવે ?
અહિંસાની ઢાલ આગળ રાખી, મોજથી તે ફરે છે,
વેદના તો છે ઘણી, પણ ફરિયાદે કરવી કોને,
અહીં સ્વાર્થાંધ બની એકમેકનું લોહી તે પીવે છે,
પ્રશાંત, વ્યર્થ ન કર પ્રયત્ન માણસાઈને જગાડવાના,
રોટલો રળીને થાક્યો પાક્યો, નિરાંતે તે સૂવે છે.