આઈ કેન ડુ ઈટ
આઈ કેન ડુ ઈટ


કોઈ કૃતિ છે હાથમાં મહત્વની ?
તો છૂટા થઈ જાઓ તેને નીપટાવી,
શું જરૂર આ બેશુદ્ધ વિલંબની ?
જયારે સમય વહી રહ્યો સોનેરી,
કોઈ ઈચ્છા છે મનમાં પ્રાપ્તિની ?
તો યત્ન કરો તેને સંતોષવાની,
શું જરૂર આ અર્થહીન ધીરજની !
જયારે તક સરી રહી રૂપેરી,
કોઈ યોગ્યતા છે તારી ઇનામની ?
તો જલ્દી હકદાર બનો તે સિદ્ધિની,
શું જરૂર આ નિરર્થક ઢીલની !
મળશે અપાત્રને મોકો તે ઝૂંટવાની,
પ્રશાંત “હું કરી શકીશ” કહી,
રહે સૂત્રને જીવનાસ્ત સુધી વળગી.