મારી અદમ્ય ઈચ્છા
મારી અદમ્ય ઈચ્છા


પ્રશ્ન : એવી કઈ ચીજ છે જે તમે જીવનમાં પહેલા ક્યારેય કરી નથી પણ એકવાર જરૂર કરવા માંગો છો ?
જવાબ : "ભારત ભ્રમણ"
મને ભારત ભ્રમણની અદમ્ય ઈચ્છા છે, હું આપણા ગૌરવવંતા દેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવા માંગુ છું
આપણો ભારત દેશ અનેક વિવિધતાથી ભરેલો છે, હું આપણા દેશની વિવિધ નૈસર્ગિક સંપતિને નિહાળવા માંગુ છું તેમજ આપણા અતુલનીય પ્રાચીન વારસાને નજીકથી જોઈ તેને જાણવા અને માણવા માંગુ છું, જીવનમાં મને એક નાનો સરખો અવસર મળશે તો,
હું ભારત ભ્રમણ પર નીકળવા માંગુ છું,
હું તેની ગલીએ ગલીએ રખડવા માંગુ છું,
હું ઉત્તરના પર્વતો પર ચડવા માંગુ છું,
હું મધ્ય અને દક્ષિણના મેદાનોમાં ફરવા માગું છું,
હું પશ્ચિમનાં રણની રેતી સાથે રમવા માંગુ છું,
હું દક્ષિણના સાગરમાં તરવા માંગું છું,
>હું પૂર્વના જંગલોને ખૂંદવા માંગુ છું,
હું અવનવી વાનગીઓને ચાખવા માંગુ છું,
હું વિવિધ ભાષાઓને સાંભળવા માંગુ છું,
હું શહીદોની જન્મભૂમીને નમવા માંગું છું,
હું યુદ્ધભૂમિની માટીને સ્પર્શવા માંગું છું,
હું વિવિધ તીર્થધામોના દર્શન કરવા માંગું છું,
હું વિવિધ ધર્મ અને તેની માન્યતાઓને સમજવા માંગું છું,
હું સ્ટરીમિરરના મારા મિત્રોને રૂબરૂ મળવા માંગું છું,
હું મસ્ત બની મારા "ભારત” દેશમાં ભમવા માંગુ છું,
હું બાળકો સાથે બાળક બની રમવા માંગું છું,
દેશ આખાને એક કુટુંબ બનાવવા માંગું છું,
હું જીવનમાં બસ એકવાર આ કરવા માંગુ છું,
જોકે ખબર નહીં ક્યારે મારી આ ઈચ્છા પૂર્ણ થશે,
હાલ છૂટક છૂટક સ્થાનોની મુલાકાત લઈને જ સંતોષ માનું છું.