પ્રશાંતને થયો પ્રશ્ન !
પ્રશાંતને થયો પ્રશ્ન !
પ્રારબ્ધને પડકારવા મારી સાથે અનિમેષ તમિસ્ત્ર પણ જાગી!
શાંત હ્રદયમાં પ્રહાર કરી કેમ તમે વમળ જગાવી?
તવ ચંડાળચોકડીના પ્રપંચ ને તરકટો ગાંઠે કોણ અહીં!
ને ઈચ્છુક અમને રડાવવાના, ગયા પોતે પુષ્કળ રડી.
થતા અસર શીર્ષકના પ્રત્યેક અક્ષરને પ્રશાંતના સંધણ ઝનુનની,
યોદ્ધા સમ પંક્તિની મોખરે આવ્યા પ્રથમાક્ષર સફળ બની.
પ્રશાંતને થયો પ્રશ્ન, “પ્રશ્નથી ધ્રુણા કેમ વિના કારણ કરી?”
શ્ન બન્યો પ્રશ્નનો સાથી તેથી કદી આરંભસ્થાન આપ્યું નહી!