હવે મારી શી ગતિ થશે ?
હવે મારી શી ગતિ થશે ?
લાંબા સમયથી બીમાર હતો એક કાગડો,
મૃત્યુ આંખ સામે દેખાતા હતો તે ઘબરાતો,
કરી યાદ કુકર્મો મનમાં તે ઘણો પસ્તાતો,
“હવે મારી શી ગતિ થશે ?” મનમાં વિચારતો,
એકવાર પત્ની કાગડી પાસે ગયો તે ઘબરાતો,
કહ્યું, “રાખ વ્રતને માનતા ધરી કર તું અપવાસો,
ઈશ્વરને કર વિનંતી કે જલ્દી હું સાજો થાતો,”
સાંભળી કાગડી બોલી લાચારીથી,
“પતિદેવ જન્મ્યા ત્યારથી કરી હિંસાને અપરાધો,
બાળપણમાં ભગવાનના ભોગને પણ તું ચોરતો,
હવે ક્યાં મુખે ભગવાનને કરું હું યાચનાઓ,
હું તો કરીશ અથવાડીયાના અપવાસો,
પણ શું એથી ઓછા થશે આપણા પાપો ?