Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Jay D Dixit

Children Fantasy

2.9  

Jay D Dixit

Children Fantasy

મગર પાછળ દોડે છે ઉંદર

મગર પાછળ દોડે છે ઉંદર

1 min
11K


ચિન્ટુના મનની વાત છે !

જો કેવી મજાની વાત છે!

કોઈ અલગ મલકની વાત છે,

આ સરસ મજાની વાત છે!


અહી ભડભડ બળતા ચંદામામા (૨)

અને ઠંડા ઠંડા સુરજદાદા,

ચકલી મીઠ્ઠું મીઠ્ઠું બોલે

‘ને કાબર કરે છે ટહુકા ન્યારા ! જો અલગ.


એ હાથી ઉડે...એ ઘોડા ઉડે...

એ હાથી ઉડે, ઘોડા ઉડે,

પગ છે તોયે પાંખો છે જોડે,

છે માછલીઓનો માળો સુંદર,

‘ને મગ્ગર પાછળ દોડે છે ઉંદર ! જો અલગ.


વાદળીઓ આવી વ્હાલી કરી જાય,

અને આભ ક્યાંક લીલુંછમ થઇ જાય,

તડકાને તેજે અહીંતો વરસાદના ફૂવારા થઇ જાય,

પલકવારમાં દરિયો જાણે ખલખલ કરતું ઝરણું થઇ જાય ! જો અલગ.


એ ઉઠ... એ સંભાળે છે ? (૨)

અરે ઉઠ ચિન્ટુ, હવે ઉઠે છે કે રેડું પાણી ?

આમ અચાનક મમ્મીની રાડે નીંદર તૂટી ગઈ,

‘ને ત્યાં જ ચિન્ટુના સ્વપ્નોની દુનિયા અદ્રશ્ય થઇ ગઈ ! જો અલગ.


જો કેવી મજાની વાત છે !

જો કેવી મજાની વાત છે!

કોઈ અલગ મલકની વાત છે,

આ સરસ મજાની વાત છે!


Rate this content
Log in

More gujarati poem from Jay D Dixit

Similar gujarati poem from Children