વેકેશનમાં
વેકેશનમાં
વેકેશનમાં લેશન નામે કૈ કરીશ નહિ પપ્પા,
ટીનીયા સાથે એ... ય મજાના મારીશ મોટા ગપ્પાં.
ગિલ્લી દંડો,પકડાપકડી ,ધમાલ ધમધમ ગોટો,
એય લહેરથી સંગીતખુરસી કબડી સાથે ખોખો.
સંતાકૂકડી રમતાં રમતાં કરવા સહુનાં થપ્પા.
વેકેશનમાં...
છોટુ લાવે સુતરફૈણી,મોટું લાવે કુલ્ફી,
મમ્મીના ડબ્બેથી ખાશું પેડા સાથે બરફી.
એ ય મજાથી વાતો કરતા ખાશું ગોલ ગપ્પાં.
વેકેશનમાં...
વેકેશનમાં મોજ મોજને કેવળ ભીતર મોજ,
થાતું એવું ઈશ્વર સહુને આપે આવું રોજ/
સ્કૂલમાં લેશન આપે ટીચર કૈ પડે નહીં ટપ્પા.
વેકેશનમાં...
