STORYMIRROR

Hiren Maheta

Children Stories

4  

Hiren Maheta

Children Stories

ખિસકોલીનું ગીત

ખિસકોલીનું ગીત

1 min
24.4K

એક સાંજે ખિસકોલી બેને ગીત ગાયું એના માનમાં,

મોરલીયો તો ટહુકી ઉઠ્યો ખિસકોલીના કાનમાં,


ઘોર અષાઢી સાંજે જ્યારે મોરલિયાની કલગી જોઈ,

ખિસકોલી તો ભાન ભૂલીને મનમાં મીઠું મલકી ગઈ,


ઘેલી, ગાંડીતૂર બનીને ગીત ગૂંજ્યું બેભાનમાં,

મોરલીયો તો ટહુકી ઉઠ્યો ખિસકોલીના કાનમાં.


પીંછાઓનું ગુચ્છ ઉઠાવી, ડોક નમાવી નીલરંગી,

ધીમા ધીમા પગલા માંડી, ટહુકા વેરી અંતરંગી,


ખિસકોલીને મધુવન ઉગ્યું, વગડાના વેરાનમાં,

મોરલીયો તો ટહુકી ઉઠ્યો ખિસકોલીના કાનમાં.


છેલ, છબીલો, છોગાળો, રંગ રંગીલો, નખરાળો,

સંધ્યાની સોનગેરુંમાં જગ ગુન્જીત કરતો રૂપાળો,


ખિસકોલી તો પૂંછ હલાવી કુદી ગઈ મેદાનમાં,

મોરલીયો તો ટહુકી ઉઠ્યો ખિસકોલીના કાનમાં.


Rate this content
Log in