Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Romance Fantasy Inspirational

3  

Hiren Maheta

Romance Fantasy Inspirational

તને લાગતું કેવું ?

તને લાગતું કેવું ?

1 min
207


પથ્થરોની પડખે પેલું મહેંક ભરેલું ફૂલ મજાનું, તને લાગતું કેવું ?

મુજને તો કોઈ ઝાકળ બિંદુ સૂરજના સપનાની સામે બાથ ભીડી લે તેવું,

તને લાગતું કેવું ?


ઊંચા ઊંચા પહાડો સામે કદી ન ઝૂકે વાદળ,

પથ્થર-પથ્થર ઘેરી લેતું તરણું આગળ-પાછળ,

જો ને પેલા ઝરણાં જેવું દરિયાની છાતીની ભીતર મારગ કાઢે તેવું,

તને લાગતું કેવું ?


પતંગિયાની પાંખો આગળ લૂ પણ જો ને હારે,

વનરાજાની ત્રાડો સામે હરણું માથાભારે,

નાજુક નમણા છોડ સરીખું વંટોળિયાની વચ્ચે ઊભા મરજીવાની જેવું,

તને લાગતું કેવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance