Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Abstract Romance Fantasy

3  

Hiren Maheta

Abstract Romance Fantasy

હઠીલો મોગરો

હઠીલો મોગરો

1 min
160


એક હઠીલો મોગરો જોને, 

મારગ વચ્ચે રુસણાં લેતો જિદે ચડી કંઈ બેઠો, એ મોગરો જોને,

ગામને આખું બાનમાં લેતો છેલ છોગાળો રહેતો, એ મોગરો જોને,


એને તો બસ ફોરણી થાવું ને ગેલમાં ગાવું ગીત,

નાર કોડીલી મલકે ત્યારે ગજરો થાવું નિત,

મહેંકો ભીના શ્વાસને ઘેરે, અદ્ધર-અદ્ધર રહેતો, એ મોગરો જોને,

મારગ વચ્ચે રુસણાં લેતો જિદે ચડી કંઈ બેઠો, એ મોગરો જોને,

એક હઠીલો મોગરો જોને..


ષોડશી કોઈ ગામની વ્હાલી ફરકી મોગરા પાસે,

ટેરવું જાણે અડ્ક્યું હેતે ઝાકળની ભીનાશે,

સસલાં સરીખી ષોડશી દેખી હાથ પસારી દેતો, એ મોગરો જોને,

મારગ વચ્ચે રુસણાં લેતો જિદે ચડી કંઈ બેઠો, એ મોગરો જોને,

એક હઠીલો મોગરો જોને..


છોકરીને તો હાથમાં ઊગ્યું શ્વેત સુંવાળું ફૂલ,

મોગરાને એમ પારકું થાવું કેમનું હોય કબૂલ ?

‘લાવ ને મારી મહેંકો પાછી’ મ્હો ફૂલાવી કહેતો, એ મોગરો જોને, 

મારગ વચ્ચે રુસણાં લેતો જિદે ચડી કંઈ બેઠો, એ મોગરો જોને,

એક હઠીલો મોગરો જોને..


મહેંકો માંગે, શમણું ભાંગે, માને ના કોઈ વાત, 

મોગરો રોકે ગામનું આખું મહેકીલું પરભાત,

ના હવે કોઈ ફૂલડાં-ફોરમ, ના હવે એ વહેતો, એ મોગરો જોને,

મારગ વચ્ચે રુસણાં લેતો જિદે ચડી કંઈ બેઠો, એ મોગરો જોને,

એક હઠીલો મોગરો જોને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract