Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Fantasy Others

4  

Hiren Maheta

Fantasy Others

મોરપીંચ્છ ના મળ્યું

મોરપીંચ્છ ના મળ્યું

1 min
397


ગોકુળ ગામે ગલી-ગલીમાં ઘણું બધું રે જડ્યું,

પણ મોરપીંચ્છ ના મળ્યું.


જડ્યા રે મુજને કાનાજીએ પહેરેલા એ વાઘા,

જડ્યા રે ઘેલી ગોપીઓના ટોળે-ટોળા બાઘા,

ગોવાળોના ટોળા પાસે ગાયોનું ઘણ જડ્યું,

પણ મોરપીંચ્છ ના મળ્યું.


જડ્યું રે મુજને માખણ-મીસરી, જડી તૂટેલી હાંડી,

જડી રે મુજને યશોદાજીની દહીં વલોણી ડાંડી,

ખાંખાખોળા કરતા-કરતા અંગરખુંયે જડ્યું,

પણ મોરપીંચ્છ ના મળ્યું.


યમુનાજીને અંતે પૂછ્યું મોરપીંછનું ઠામ,

એણે લીધું સીધે-સીધું કાનુડાનું નામ,

કાના સાથે ગોકુળ છોડ્યું તે દી’થી ના જડ્યું,

મને મોરપિંચ્છ ના મળ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy