યાદોનો ઘંટ
યાદોનો ઘંટ
અમારે તો ભાર વિનાનું ભણતર હતું,
અમારા ભવિષ્યનું મજબૂત ચણતર હતું,
સાંભળુ કોઇ શાળાનો ઘંટ,
અને યાદોનો ઘંટ વાગી ઉઠે છે,
અમારી શાળા, અમારા બચપનનું વળતર હતું.
શાળામાં ધાંધલ ધમાલ અને મસ્તી હતી,
સર્વે મિત્રો સરખા અને ના કોઇ હસ્તી હતી,
સાંભળુ કોઇ શાળાનો ઘંટ,
અને યાદોનો ઘંટ વાગી ઉઠે છે,
અલૌકિક હતુંં એ જીવન,
જીંદગી જ્યાં નિખરતી હતી.
લંચ બોક્સમાંથી ચોરી કરીને,
નાસ્તો કરવાની મજા હતી,
અંગુઠા પકડવાની,
દોષ ભાવના વગરની સજા હતી,
સાંભળુ કોઇ શાળાનો ઘંટ,
અને યાદોનો ઘંટ વાગી ઉઠ
ે છે,
ગમે તેટલું રમતા પણ ઉર્જા,
હમેંશા તરો તાજા હતી.
‘દાગ અચ્છે હૈ’નું અમને હતુંં,
શાળા સમયથી જ જ્ઞાન,
મા વિધા મળે એટલે પુસ્તક્માં,
રાખતા પીપળાનું પાન
સાંભળુ કોઇ શાળાનો ઘંટ,
અને યાદોનો ઘંટ વાગી ઉઠે છે,
ક્રિકેટ, કબડ્ડી, ખો ખો જેવી,
રમતોથી ગજવી નાખતા મેદાન.
આમલી, કેરી અને ખાટી પીપરની,
હતી અનેરી લજ્જત
પાટલી પરની ચિતરામણી,
ક્યારેય નહી પાછી ફરે, લખવાનું જત
સાંભળુ કોઇ શાળાનો ઘંટ,
અને યાદોનો ઘંટ વાગી ઉઠે છે
સરકી ગયા શાળાના દિવસોને,
જિંદગી થઇ છે હતાહત.