STORYMIRROR

Kiran piyush shah "kajal"

Children Stories Inspirational

4  

Kiran piyush shah "kajal"

Children Stories Inspirational

અરીસો

અરીસો

1 min
272

અઢારમો જન્મદિવસ...

એક સુંદર ભેટ..

આદમકદનો અરીસો.

સુંદર નકશીદાર ફ્રેમ ...

અતિ પ્રાચીન...

અમૂલ્ય ....


પલંગની સામે આઈનો ગોઠવ્યો...

સતત ખૂદને નિહાળ્યા કરતી...

એક અદમ્ય ખેંચાણ...

કલાકોના કલાકો ...

શૃંગાર સાથે વિવિધ મુદ્રા 

ભાવ ભંગિમા...

અને...

ખૂદના જ પ્રેમમાં પડી...

સુંદરથી સુંદરતમ થવાની લાલસા...


અરીસો સતત એની તરફ ખેંચ્યા જ કરે..

જાણે ભીતર કોઈ બીજી દુનિયા..

સાદ પાડ્યા કરે..

કોઈ અદ્રશ્ય હસ્ત અંદરથી લંબાય,

મન અવશ્યપણે ખેચાયું...

પહોંચી ભીતર,

અરીસાની અંદર...

એક નિરાળી દુનિયા..

ચહેરા વગરની...


ચહેરો જ ચાહે સુંદરતા...

અહીંયા મનની સુંદરતાના પ્રતિબિંબ !


આંખ ખુલી ..

ભાંગી ભ્રમણા,

અરીસો ઢાંકયો રેશમી પરદે...


હા! 

સુંદરથી સુંદરતા તરફ કદમ ઉપાડ્યા,

સાચી અવિનાશી સુંદરતા પામવા....!



Rate this content
Log in