રામ
રામ


આ રૂદિયામાં જ્યાં સુધી ધબકી રહ્યા છે રામ,
જીવન જીવવાની ત્યાં સુધી અખંડ રહેશે હામ !!
ઝંખનાઓનો એક લૂંટારો લૂંટી રહ્યો ભીતર શાંતિ,
નારદ રામ શીખવે ને મરા થી જાગે ભીતરનો રામ !!
રઘુકુલનો ગૌરવ દિપક ઝળહળી રહ્યો આ,
એક માત્ર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ને નામ !!
હવે દશો દિશાએ ડંકો એક જ સંભળાઈ રહ્યો,
બોલો સૌ સાથે મળી જય શ્રી રામ, જય શ્રી રામ !!
એક જ ચરણ સ્પર્શ ઝંખે મન મારૂં જન્મોથી,
મારા જેવી પાપી પાષાણ શાપિત અહલ્યાના પ્રાણ !!
શબરી બની કર્મના બોર ચાખી ચાખી સાચવ્યા છે,
એક'દિ તો જરૂર આવશે અંતર આંગણે શ્રી રામ !!
અહંકારના પથ્થરો ઘડાઈને થયા છે તૈયાર,
હવે જરૂર આકાર લેશે ભીતર અયોધ્યા ધામ !!
ઈન્તજાર ઈચ્છાઓના અરણ્યે ભટકી રહ્યો,
ભીતરની અશોક વાટીકામાં જપુ રામનું નામ !!
રોજ એક રાવણ જન્મી રહ્યો છે મુજ ભીતરે,
દહન કરશે જરૂર એ દશાશનને શ્રી રામ !!
હું પામર પથ્થર "પરમ" રામના નામે તરી જાવ,
પલ પલ "પાગલ" કરી રહ્યું હવે શ્રી રામનું નામ !!