Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad

Inspirational

4.0  

Gordhanbhai Vegad

Inspirational

સુલભ

સુલભ

1 min
486


સુલભ જે મળી જાય તેની અહીં,

કોઈ જ કિંમત હોતી નથી,

ને દુર્લભને સ્વીકારવાની,

સૌ કોઈની હિંમત હોતી નથી !


રાતભર સૂરીલી વાંસળીઓ,

સન્નાટાની સાંભળ્યા કરી છે મેં,

કૃષ્ણના વજુદમાં ખોવાની,

હર કોઈની કિસ્મત હોતી નથી !


આ તન મધુવને રાસ રચાયો,

શ્વાસોનો જન્મથી અવિરત,

સૌ કોઈના નસીબમાં મીરાંબાઈ જેવી,

બાવરી પ્રીત હોતી નથી !


ને ઓગળે અહંકાર ઉજાગરનો,

જાગરણની જમીનમાં,

એ ક્ષણમાં દાખલ થવાની,

સૌ કોઈની ગનીમત હોતી નથી !


સૌથી સુલભ ને સરળ છે,

"પરમ" આ વર્તમાનમાં જ બસ,

એના માટે "પાગલ" બનવાની,

હર કોઈની હિંમત હોતી નથી !


Rate this content
Log in